Ayurveda

Start Ayurveda

About Us

Image
Image
Image

02 Apr 2025

Patel Mill Road, Keshod

Obese લોકોની Top 5 Common Mistakes આ document awareness અને clarity માટે છે.

મોટાભાગના લોકો માને છે કે “વજન” જ સમસ્યા છે. પરંતુ reality એ છે કે — વજન તો માત્ર લક્ષણ (symptom) છે. Obesity ત્યારે develop થાય છે જ્યારે શરીરના internal systems disturb થાય છે અને fat “release” થવાને બદલે “store” થવા લાગે છે. નીચેના 5 mistakes ખૂબ સામાન્ય છે, પણ આ જ mistakes લોકોને વર્ષો સુધી મોટાપાના ચક્રવ્યૂહમાં જ ફસાવી રાખે છે.

મોટાભાગના લોકો કહે છે — “મારું વજન વધારે છે, એટલે વજન ઘટાડવું છે.” હકીકતમાં વજન સમસ્યા નથી, વજન તો માત્ર લક્ષણ (Symptom) છે.

✔ શરીરમાં જો પાચન શક્તિ નબળી થઈ હોય
✔હોર્મોન બેલેન્સ બગડ્યું હોય
✔મેટાબોલિઝમ ધીમી પડી ગઈ હોય
✔ પોષક તત્વો ની કમી હોય
✔ ઝેરી તત્ત્વો (Ama) જમાં થતાં હોય તો વજન વધવું સ્વાભાવિક છે.

માત્ર વજન પર કામ કરવાથી સમસ્યા ઉકેલાતી નથી.

ઘણા લોકો તરત ડાયેટ શરૂ કરે છે, જિમ જાય છે, કેલરી ગણવા લાગે છે. પરંતુ શરીર આને આંતરિક વિરોધ તરીકે લે છે.

✔ સ્ટ્રેસ હોર્મોન (Cortisol) વધે
✔મેટાબોલિઝમ ધીમું પડે
✔શરીર ચરબી સંગ્રહ કરવા લાગે ખાસ કરીને પેટની આસપાસ.

થાક વધે, પણ ચરબી ઓછી ન થાય.

ઘણા લોકો માને છે — “મારામાં self-control નથી.” પરંતુ સત્ય એ છે કે — વારંવાર ભૂખ લાગવી, મીઠું-તીખું ખાવાની ઇચ્છા, અને સતત થાક — આ બધું શરીરના સંકેતો છે. તે દર્શાવે છે:

✔ બ્લડ શુગર imbalance
✔ Gut–Brain વચ્ચે ગડબડ
✔ Vitamin અને Mineral ની ઊણપ

આ ઇચ્છાઓ કમજોરી નથી, ચેતવણી છે.

આજની જીવનશૈલીમાં સ્ટ્રેસને સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ લાંબા સમયનો સ્ટ્રેસ —

✔ પેટ ઉપર ચરબી વધારશે
✔ ઊંઘ બગાડશે
✔ રાત્રે ભૂખ વધારશે અને સારો ખોરાક પણ વજન ઘટાડવામાં મદદ નહીં કરે.

શાંત મન = ચરબી ઘટે

તણાવગ્રસ્ત મન = ચરબી સચવે

“21 દિવસમાં ચમત્કાર” “30 દિવસમાં ફિટ” આવા વચનો સાંભળીને ઘણા લોકો શરૂઆત કરે છે. પરંતુ શરીરને

✔હોર્મોન સુધારવા સમય લાગે
મેટાબોલિઝમ ફરી સક્રિય થવામાં 3 મહિના લાગે જલ્દી પરિણામ ન મળે એટલે લોકો હાર માની જાય છે.

ધીરજ વગર કાયમી પરિણામ શક્ય નથી.

મોટાપો શિસ્તની ખામી નથી. મોટાપો શરીરના સિસ્ટમ imbalance નું પરિણામ છે.
જે લોકો
✔ પાચન
✔ હોર્મોન
✔ મેટાબોલિઝમ
✔ સ્ટ્રેસ
આ બધું સમજવા લાગે છે — વજન ઘટાડવાનો પ્રયત્ન નહીં, આ ભૂલો નું સમાધાન શરૂ થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
Image
Dhanvantri Aayurved

Our secure online Ayurveda platform allows you to make contributions quickly and safely. Choose from various.